Wednesday, October 1, 2008

હે સવાર!

હે સવાર! રોઝ નિત્ય નવા તુજ દર્શન થાય છે.
તુઝ થકી જ નિત્ય નવા જીવનની શરુઆત થાય છે.
જોઉ છુ તને તો વિશ્વ કંઇક નવુ દષ્ટિગોચર થાય છે.
ચારેય દિશામા તારા વિસ્તારથી વિશ્વચક્રની શરુઆત થાય છે.
હે સવાર! તુજ થકી જ કડીમા પુષ્પના દર્શન થાય છે.
તુઝ થકી જ શાન્ત ગગન મા પંખીઓના કલરવની ગુંઝ શરુ થાય છે.
તુઝ થકી જ નિશાળે ભણવા જતા ભુલકાઓના સાદની શરુઆત થાય છે.
તુઝ થકી જ ગામના પાદરે ગોવાળની વાંસળીના સુરની શરુઆત થાય છે.
તુઝ થકી જ ગામના કુવાઓ ને વાવડીઓ ઉપર પનિહારીઓની હરોળની શરુઆત થાય છે.
તુઝ થકી જ દુર ડુંગર ઉપરના મંદિરમા શંખનાદ ને ઘંટરાવના સાદ શરુ થાય છે.
તુઝ થકી જ જગતના તાતના ખેતર તરફના મંડરાણ શરુ થાય છે.
તુઝ થકી જ ચારેય દિશામા સુર્વણ ચાદરના પથરાવની શરુઆત થાય છે.
હે સવાર! તુજ થકી જ રોજ મારો પુનઃજનમ શરુ થાય છે.

હે સવાર! રોઝ નિત્ય નવા તુજ દર્શન થાય છે.

No comments: