Friday, November 7, 2008

આ છે રડિયાડી રાત..........ને........



આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.
આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

ચારેય તરફ આજ, બસ એક જ વાત...મારા પ્રિતમ સંગાથ, હું તો દીઠુ કંઇ ખાસ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

મારા હૈયામાં આજ, બસ ઘુમે છે એક જ વાત...મારા પ્રિતમ સંગાથ, હું તો જુમું જનમોજનમ તેની સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

આવી નવલી નવરાત્રીની રાત, હું તો સજી શોળે શણગાર...
માથે સાતરંગી ચુંદડી ઓઢી છે આજ, ને પગમાં છે રુડી ઝાંઝર બાંધી...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

કોઇ કહેજો પેલા ઢોલીને આજ, ન થંભે એના ઢોલ ના સાદ...
મારા પ્રિતમ સંગાથ, મારે રમવા છે રાસ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

ટહુકે છે કોયલ મીથો રણકાર આજ, ને નાચે છે મોરલા ઢેલણને સાથ...
સખીઓમાં દીઠે છે આજ ઇર્ષાનો ભાવ, મને મળ્યો છે મનના મણીયારનો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

સુરીલા સુરોની છે રાત આજ, કરવા છે મારે પુરા આજ વર્ષોના કોડ...
દીધી છે મેંહદી હાથોમાં આજ, રંગાવવું છે મારે આજ પ્રિતમના રંગમા...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.
આ છે રડિયાડી રાત, ને છે પ્રિતમ નો સાથ...
આજ મને રમવા દો, ને ગરબે ઘુમવા દો.

No comments: